જૂનાગઢ પાસે અનોખો દેશી સ્ટાઇલનો નંદોત્સવ
સૌરાષ્ટ્રના
જૂનાગઢથી ત્રીસેક કિલોમીટર દૂરના ખોરાસા ગામે આવેલા તિરુપતિ બાલાજી
મંદિરમાં જન્માષ્ટમીના બીજા દિવસે યોજાયેલો અનોખો દહીંહંડી
કાર્યક્રમ.મંદિરના મેદાનમાં ખામણું ગાળી એમાં પાણી અને માટીની વચ્ચે ઑઇલ
તથા માખણ લગાવી ૬૦ ફૂટ ઊંચો સ્તંભ ઊભો કરાયેલો હોય છે. ખામણાની ફરતે
ભીંડીનું પાણી અને છાસ જેવા ચીકણા પદાર્થોની મોટી કોઠીઓ ભરેલી હોય છે.
સ્થાનિક આહિરોના દસ યુવાનો ગોવિંદા બને છે, જે ઉઘાડા શરીરે સ્તંભની ઉપર
લટકાવેલો પ્રસાદ આંબવાનો પ્રયાસ એકબીજાની ઉપર ચડીને કરે છે. લગભગ બે-ત્રણ
કલાક સતત પાણીના મારા બાદ એક ગોવિંદા આ પ્રસાદ આંબી લે એટલે નંદોત્સવ પૂરો.
દર વર્ષે ઊજવવામાં આવતા આ અનોખા નંદોત્સવને જોવા હજારો માણસો હાજર રહે છે.
સ્થાનિક ભાષામાં આ નંદોત્સવને લઠ્ઠો કે લઠ્ઠોત્સવ કહે છે.
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
No comments:
Post a Comment