Tuesday, 10 September 2013

જાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર વિશે.............

છેલ્લા કેટલાક સમયથી લોકો ગણેશ ચતુર્થીની રાહ જોઇ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ ભયાનક અથવા ભયંકર હોય છે કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે.

જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે. ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું પણ માનવામાં આવે છે.


ગણપતિના ચાર અવતાર


૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.


૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.


૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.


૪) કલિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.


બાર નામ


ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-


સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.


પિતા- ભગવાન શિવ

માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
 

.JOIN US...
evergreengujarat.blogspot.in


No comments: