100 કરોડ સુધીના ઘડિયા અને સરવાળા મોઢે કરતો યુવાન
વિશાલ
નાગાણી નામના રાજકોટના યુવાનનું તમે મગજ માપશો તો તમે પણ અચરજ પામશો. આ
યુવાન 100 કરોડ સુધીના ઘડિયા અને સરવાળાના માત્ર સેકન્ડોમાજ જવાબ આપી દે
છે. તેની આ કુદરતી કળા બદલ તેને લિમ્કા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ
સ્થાન મળેલ છે. વિશાલની એક માત્ર ઈચ્છા છે કે તેને પોતાની આ કળા નરેન્દ્ર
મોદીને મળી તેની સમક્ષ રજુ કરવી છે . વિશાલ નાગાણી નામનો આ યુવાન 27 વર્ષનો છે. પોતે 12 કોમર્સ પાસ છે , પરંતુ તેને કુદરતે જે કળા આપી છે તેને દુનિયાની કોઈ પણ ડીગ્રી ધારક વ્યક્તિ પોહચી શકે તેમ નથી રાજકોટના રેલ્વે સ્ટેશન પાસે રૂખડિયા કોલોનીમાં માત્ર એક નાની એવી ઓરડીમાં રહેતો વિશાલ પોતાના મિત્રની મોબાઈલની દુકાનમાં એકાઉન્ટનું કામ સંભાળે છે. કુદરતે તેને એક અજીબ પ્રકાર ની બક્ષીસ આપી છે. જેમાં તે 1 થી 100 કરોડ સુધીના ઘડિયાના મોઢે જવાબ આપી શકે છે. સાથોસાથ 1 થી 100 કરોડ સુધીના સરવાળાના પણ સેકન્ડો માં જવાબ આપી શકે છે. 1 થી 100 સુધીના વર્ગમૂળ પણ વિશાલ ને મોઢે યાદ છે વિશાલને તેની આ આગવી કળા બદલ 4 ઓગસ્ટ 2008 ના રોજ લિમ્કા બુક્સ ઓફ વર્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે. વિશાલની એક ઈચ્છા એવી પણ છે કે તેને પોતાની આ કળા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બતાડવી છે અને તે ઈચ્છે છે કે તેને રાષ્ટ્રીય લેવલે ગુજરાત નું નામ રોશન કરવાનો ચાન્સ મળે. | |||
|
No comments:
Post a Comment