Thursday, 27 February 2014

આ એક અનોખો પોપટ છે જેણે તેની શેઠાણીના હત્યારાને પકડાવામાં મદદ કરી

પોપટ એવુ પક્ષી છે જે બધુ જ જોવે છે, સાંભળે છે અને બોલી શકે છે. પોપટની આજ લાક્ષણીકતાઓના કારણે આગ્રાના એક કેસમાં તેણે તેની શેઠાણીના હત્યારાને પકડાવવામાં મદદ કરી છે. 20 ફેબ્રુઆરીના રોજ સ્વરાજ ટાઈમ્સના એડિટર વિજય શર્માના પત્ની નીલિમા શર્માના હત્યામાં તેમના પાળતુ પોપટની મદદથી જ હત્યારાની ધરપકડ કરી શકાઈ છે. નીલિમા શર્માના આ પોપટનું નામ હીરા છે. પોલીસ જ્યારે આ કેસનમાં ચાર દિવસમાં કોઈ પ્રગતી ના કરી શકી ત્યારે વિજય  શર્માએ હીરાની સામે શંકાશીલ આરોપીઓના નામ બોલ્યા હતા અને તેમાં તેમના ભાણીના આશુતોષનું નામ સાંભળીને પોપટે ટેટે કરવા માંડ્યુ હતું. વિજય શર્માએ આ આખી વાત પોલીસની હાજરીમાં પણ રીપીટ કરી હતી અને અંતે પોલીસની શંકા મજબૂત થતા તેમણે આશુતોષ સામે કાર્યવાહી શરૂ કરી હતી.

પરિવાર જનો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નીલિમાને પાલતુ પ્રાણી-પક્ષી રાખવાનો શોખ હતો. 27 વર્ષથી આ પોપટને તેઓ પોતાની પાસે રાખતા હતા અને તેનુ નામ હીરા રાખવામાં આવ્યુ હતું. નીલિમા હીરાને તેના બાળકની જેમ પ્રેમ કરતી હતી. નીલિમાએ 27 વર્ષમાં ઘણી વખત ઘર બદલ્યા પરંતુ હીરા હંમેશા તેના પરિવારના મુક્ય હિસ્સા તરીકે હંમેશા તેમની સાથે જ રહ્યો હતો. વિજય શર્માએ જણાવ્યુ એટલે કે તેઓ પણ હીરા સાથે ખૂબ જોડાયેલા હતા. એટલુ જ નહી જ્યારે વિજય અને નીલિમા જ્યારે જમવા બેસતા ત્યારે તે તેમના ખભા પર બેસી જતો અને ઘણી વખત મોમાંથી કોળીયો લઈને પણ ખાઈ જતો.

20 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ જ્યારે નીલિમાની હત્યા થઈ ત્યારે હીરા તે જ રૂમમાં હતો. હીરાએ હત્યાની સમગ્ર ઘટના જોઈ હતી પરંતુ તે બોલી નહતો શકતો. હત્યા પછી આશુતોષ અને તેના સાથીઓ હીરાના પીજંરા ઉપર શોલ ઢાંકીને જતા રહ્યા હતા. પોલીસે પુરતી તપાસ કરી હતી પરંતુ કોઈ પુરાવા મળતા નહતા. જોકે પરિવારજનોને આશુતોષના વર્તનના કારણે તેના પર શંકા હતી. તેના હાથ પ રકઈંક વાગ્યાનું નિશાન પણ હતુ અને ત્યાર પછી સોમવારે વિજય શર્માએ હીરાની સામે વિવિધ શંકાસ્પદ વ્યક્તિઓના નામ બોલ્યા હતા અને પુછયુ હતુ કે બોલ તારી શેઠાણીની હત્યા કોણે કરી છે. વિજય શર્માએ 6 નામ લીધા તેમાં બાકી બધાના નામની સામે હીરાએ માથુ હલાવીને ના પાડી હતી પરંતુ આશુતોષનું નામ આવતા જ તેણે બુમો પાડવાની શરૂઆત કરી દીધી હતી.

આવુ વાંરવાર કરવામાં આવ્યુ અને દરેક વખતે હીરા આશુતોષના નામ પર જ બુમો પાડવાનુ શરૂ કરતો હોવાથી પરિવારજનોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કોલ ડિયેલના આધારે પણ પોલીસનો આશુતોષ પર શક વધ્યો હતો. પોલીસે જ્યારે તેની આકરી પૂછપરછ કરી ત્યારે આશુતોષે ગુનો કબૂલી લીધો હતો. જોકે પોલીસ દ્વારા હજુ હત્યાના કારણનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
joi us : EVERGREEN GUJARAT......

No comments: