મુખ્યમંત્રી મોદી તરફથી અમદાવાદને B'day Gift - કાંકરિયામાં વાઇફાઇ ઇન્ટરનેટ ક્નેક્ટિવિટીનો શુભારંભ
અમદાવાદની 604મી વર્ષગાંઠ છે. અમદાવાદનો રૂપ,રંગ અને મિજાજ સંપૂર્ણપણે બદલાઇ ગયા છે. આજે અમદાવાદ પોતાની હદો ને આંબી ક્ષિતિજની સફળતાઓને આંબી રહ્યું છે. અમદાવાદે હંમેશા અમદાવાદમાં આવનાર દરેક વ્યકિતને આવકાર્યા છે અને સફળ બનાવ્યા છે ત્યારે ઉમદા અમદાવાદનાં આજનાં જન્મદિવસે ગુજરાતનાં મુખ્યમંત્રીએ એક આહલાદક ભેટ અમદાવાદીઓ અને ગુજરાતીઓને આપી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદીઓને આજે અમદાવાદની Happy Birthday Gift આપી છે. હાલમાં જ ગાંધીનગર ખાતે આજે યોજાયેલા ઇ-નગર લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરના કાંકરિયા તળાવ પરિસરમાં ફરવા આવેલા સામાન્ય નાગરિકો સાથે વાઈ-ફાઈ સિસ્ટમથી સ્કાઈપ કરીને વાઈ-ફાઈ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો અને શહેરીઓને અમદાવાદના 604માં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
વધુમાં અમદાવાદમાં સાયન્સ સિટી અને અસારવાની સિવિલ હોસ્પિટલ બાદ કાંકરિયા તળાવ પરિસરમાં આ ત્રીજી વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ માટે કાંકરિયા વ્યાયામશાળા પાસે ફોર-વ ટાવર ઊભું કરવામાં આવ્યું છે. જેથી કાંકરિયા હરવાફરવા આવતા નાગરિકો તેમની જે તે કંપનીપાસે પાસવર્ડ માગીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. એમ મોબાઈલ તથા લેપટોપનો પણ ઉપયોગ કરી શકશે.
joi us : EVERGREEN GUJARAT......
No comments:
Post a Comment