Thursday, 27 February 2014

ફેસબુકે વોટ્સએપ માટે રૂ. 1180 અબજની ભારે ભરખમ રકમ ચૂકવી છે. આ રકમમાં 3 અબજ ડોલરની રકમનો પણ સમાવેશ થયો છે જે આગળ જતા તેના કર્મચારીઓને મળશે. આ રકમ રિટેલ વેપાર સાથે જોડાયેલી ઘણી કંપનીઓની હાલની કિંમત કરતા ઘણી વધારે છે, જ્યારે આ કંપનીઓ નફો પણ ઘણો સારો કરી શકે છે.

સમગ્ર દુનિયામાં મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલ સરેરાશ 45 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. આ ડેટા કોઈ પણ કંપની માટે ખૂબ મહત્વનો હોઈ શકે છે. 45 કરોડના યુઝર્સ સુધી અત્યાર સુધીની કોઈ કંપની આટલી ઝડપથી નથી પહોચી શકી, જેટલી ઝડપથી વોટ્સ એપ પહોચી શકી છે.

આ સિવાય અન્ય પણ એક ફિચર છે જે ફેસબુકના પક્ષમાં છે. અહી કામ કરનાર એન્જિનિયરોની સંખ્યા માત્ર 32 જ છે, એટલેકે કર્મચારીઓ બહુ ઓછા છે અને છતા તેઓ વિશ્વના આટલા બધા યુઝર્સ સુધી પહોચી ગયા છે. વ્હોસએપે આટલે સુધી પહોચવા માટે જાહેરાત ઉપર પણ કોઈ ખાસ ખર્ચ નથી કર્યો અને કોઈ ગંદી ગેમ રમીને તેમના યુઝર્સ વધાર્યા છે. એટલેકે માર્કેટીંગનો તેમનો ખર્ચ ઝીરો છે. આ એક એવી કંપની છે તેની માત્ર માઉથ પબ્લિસિટી જ કરવામાં આવે છે. ફેસબુક દ્વારા જ્યારે આટલુ રોકાણ કરીને વોટ્સએપ ખરીદવાની જાહેરાત કરી ત્યારે લોકોને આ રકમ અધધ લાગી હતી પરંતુ જે ઔદ્યોગિકો છે તેઓ જ આ ડીલનો સાચો ફાયદો સમજી શકે છે. આ પહેલા પણ ફેસબુક દ્વારા ઈંસ્ટાગ્રામ સાથે એક અબજ ડોલરની ડીલ કરવામાં આવી હતી ત્યારે પણ લોકોએ આ સોદાને યોગ્ય નહતો ગણાવ્યો. જોકે હવે તે લોકો પણ માને છે કે આ નિર્ણય ખૂબ સમજીને લેવામાં આવ્યો હતો.

ફેસબુક પાસે આટલા પૈસા હોવાથી અને તેની પાસે વેપારનો અનુભવ પણ હોવાથી તે આટલી મોટી ડીલ કરી શક્યા છે. ફેસબુકના આ સોદાથી સાબીત થાય છે કે ફેસબુક તેજીથી વધતી સોશિયલ મેસેજિંગ ઈન્ડસ્ટ્રીઝમાં તેનો દબદબો જાળવી રાખવામાં માને છે અને અન્ય કંપનીની તેને દખલગીરી પસંદ નથી અને તેથી જ તેમણે વોટ્સએપ ખરીદી લેવાનું યોગ્ય ગણ્યુ છે

joi us : EVERGREEN GUJARAT......

No comments: