Tuesday, 27 August 2013

 દ્વારકામાં કૃષ્‍ણજન્‍મોત્‍સવ
chalo manaviye janmastmi ........ 
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત"
આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!

ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
join us: evergreengujarat.blogspot.in 

દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.
અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુઓ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્રારકાથી ત્રીસ કિ.મી.દુર બેટ-દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ- દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.
મંગલા આરતી
ભગવાન દ્વારકાધીશ મંદિરની નિત્‍ય પૂજાનો સમગ્ર ક્રમ જે છે તે પૈકીનો સૌ પ્રથમ ક્રમ એટલે ભગવાનની મંગલા આરતી. ભગવાનને બંટાભોગ(સૂકોમેવો)  તથા માખણ મિશ્રી ધરાવવામાં આવે છે. મુખ પ્રક્ષાલન તથા દંત મંજનની વિધિ પૂજારી દ્વારા કર્યા બાદ મંગલા આરતી થાય છે, અને મંગલા આરતીના પ્રારંભથી ભગવાનના એ દિવસના પ્રથમ દર્શનની ઝાંખી વૈષ્‍ણવોને થાય છે. મંગલા આરતી નિત્‍ય સવારે ૭-૦૦ કલાકે થાય છે અને પૂજારી ભગવાનની આરતી ઉતારે છે. ઘણાં વૈષ્‍ણવોનો દૈનિક જીવનક્રમ પણ ભગવાનની મંગલા આરતીના દર્શનથી શરુ થાય છે. મંગલા આરતી એ લોકોના અનેક અમંગળ દૂર કરી અને જીવનમાં માંગલ્‍ય પ્રગટાવે છે.
અભિષક સ્‍નાન
ભગવાનની સ્‍નાન‍ વિધિ એટલે અભિષેક. અભિષેક એ પણ નિત્‍યપૂજાની એક વિધિ છે, જે મંગલા આરતી બાદ કરવામાં આવે છે. સામાન્‍ય દિવસોમાં આ અભિષેક સ્‍નાન વિધિ-મંદિરમાં પૂજારી દ્વારા ટેરા (પડદા) પાછળ થતો હોય છે, પરંતુ વર્ષમાં બે વખત એટલે કે જન્‍માષ્‍ટમી તેમજ જલયાત્રાના દિવસે ભગવાનનો અભિષેક સ્‍નાન વિધિ ખુલ્‍લા પરદે કરવામાં આવે છે. જેમાં અનેક ભક્તો તથા વૈષ્‍ણવો જોડાય છે. અને અમૂલ્‍ય દર્શનનો લ્‍હાવો લેતા હોય છે. અભિષેક સ્‍નાન વિધિ સામાન્‍ય રીતે જન્‍માષ્‍ટમીના દિને સવારે ૮ થી ૯ કલાક દરમિયાન કરવામાં આવે છે જેમાં પંચામૃત-દૂધ-પવિત્ર શુદ્ધ જલ તેમજ અન્‍ય સામગ્રીથી પૂજારીઓ દ્વારા પુરુષ સૂકતના પાઠથી આ વિધિ સંપન્ન થાય છે.
શ્રુંગાર
અભિષેક સ્‍નાન વિધિ બાદ ભગવાનને શ્રુંગાર/અલંકાર ધરાવવામાં આવે છે. પૂજારીઓ દ્વારા ભગવાનને વસ્‍ત્ર અલંકાર વગેરે ધરાવવામાં આવે છે. સૌપ્રથમ ચંદન-તુલસીની અર્ચના કર્યા બાદ ભગવાનને પીતાંબર ધરવામાં આવે છે. તેના ઉપર પાયજામો-વાઘો(વસ્‍ત્ર)- ચારભૂજા વાળો કોઠો (ચારેય હાથ માટેનું વસ્‍ત્ર) વગેરે ધરાવવામાં આવે છે.
અલંકારોમાં સુવર્ણના અલંકારો જેમાં મુખ્‍યત્‍વે ચંદન માલા – સોપારીની માલા તેમજ વૈજયંતી માલાનો શ્રુંગાર કરવામાં આવે છે. મસ્‍તક ઉપર કુવે નામનો મુગટ ધારણ કરાવવામાં આવે છે. તેના ઉપર કલગી તથા ચંદ્રકલા ધારણ કરાવવામાં આવે છે. ભગવાનનો મુખ શ્રુંગાર પણ કરવામાં આવે છે. બાદમાં હીરા – રત્‍નો જડીત એવા શંખ- ચક્ર – ગદા – પદ્મ જે પોખરાજ તથા હીરા જડીત છે તેવા આભુષણો ધરાવવામાં આવે છે. ઉપરના ભાગે ઉપરણું ધરાવી અને સોનાની પિટિકા (પીટકાર) ધરાવાય છે.
શ્રુંગાર ભોગ શ્રુંગાર પરિપૂર્ણ થયા બાદ શ્રુંગાર દર્શન થાય છે અને બાદમાં ભગવાનને શ્રુંગાર ભોગ ધરાવવામાં આવે છે. આમ દરેક ભોગસમયે ભગવાનને ટેરો (પરદો) દઈ દેવામાં આવે છે અને ભગવાનના દર્શન આ સમય દરમિયાન (ભોગના સમયમાં) થઇ શકતા નથી. ભોગ માટેની તમામ ચીજવસ્‍તુઓ મંદિરમાં જ ભોગ-સામાગ્રી ભંડારમાં જ તૈયાર કરવામાં આવે છે.
શ્રુંગાર આરતી
શ્રુંગાર ભોગ બાદ આશરે ૧૧-૦૦ કલાકે ભગવાનની શ્રુંગાર આરતી પૂજારી દ્વારા થાય છે. ભગવાનના નિજ-મંદિરના દ્વાર પર સોનાની છડી પધરાવાય છે. ભગવાનના સ્‍વરુપની સન્‍મુખ ગરુડજીના સ્‍વરુપને પધરાવવામાં આવે છે. ભગવાનના કર-કમલોમાં બંસરી ધરવામાં આવે છે. કારણ ભગવાને શ્રી રાધાજીને વચન આપ્‍યું હતું કે હું બંસરીને સાથે રાખીશ, ભલે હું ગોકુલ છોડી  જાઉં.  આ ભાવને સાર્થક કરવા માટે આરતી ઉતારતા પહેલા ભગવાનને બંસી હાથમાં અપાય છે. આરતી એ વૈષ્‍ણવોનો/ભક્તોનો હ્રદયનો આર્તનાદ છે. તમામ દુઃખોને હરનાર અને કલ્‍યાણ કરનારી વિધિ એ પ્રભુની આરતી છે. આરતી વખતે નોબત-ઢોલ-ત્રાંસા જેવા અનેક વાજીંત્રો વગાડવામાં આવે છે. પ્રથમ શંખ વડે આરતી ઉતારાય છે. બાદમાં ધૂપ અગરબત્તી વડે આરતી ઉતારવામાં આવે છે. ત્‍યાર પછી – ૧૦૮ – વાટની આરતી પ્રજવલિત કરી ભગવાનની શ્રુંગાર આરતી ઉતારવામાં આવે છે. આરતી પરિપૂર્ણ થયા બાદ પુષ્‍પો દ્વારા મંત્રઘોષ વડે પૂજારીઓ દ્વારા ભગવાનને મંત્ર પુષ્‍પાંજલી અર્પણ થાય છે.
મધ્‍યાન ભોગ શ્રુંગાર આરતી બાદ મધ્‍યાન ભોગ ઠાકોરજીને ધરવામાં આવે છે. મધ્‍યાન ભોગ પરિપૂર્ણ થયા બાદ થોડા સમય માટે ભગવાનના દર્શન ખુલ્‍લા રખાય છે. આ રીતે દર્શન લગભગ બપોરે ૧૨ વાગ્‍યા સુધી થતા રહે છે. બાદમાં બપોરે ૧૨-૦૦ કલાક પછી ભગવાનને રાજભોગ ધરવામાં આવે છે.
રાજભોગ
રાજભોગ એ ભગવાનને ધરાવવામાં આવતો મુખ્‍ય ભોગ છે. આખા દિવસમાં જેટલા ભોગ ધરાવાય છે તે પૈકી માત્ર રાજભોગમાં જ દાળ-ભાત-શાક-રોટલી-પૂરી ધરાવાય છે. સુખડી ઉપરાંત કેટલીય મીઠાઈઓ તેમજ ફરસાણની વસ્‍તુઓ સાથે પરિપૂર્ણ રાજભોગ ભગવાનને ધરાવવામાં આવે છે. આ ભોગની બધી જ સામગ્રી મંદિરમાં જ આવેલા ભોગ-સામગ્રી ભંડારમાં પૂજારીઓ દ્વારા બનાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને એવી કોઈ સામગ્રી ધરાવવામાં આવતી નથી જે બહારથી બનાવી અને તૈયાર કરીને લાવવામાં આવી હોય, માત્ર મંદિર (ભંડાર)માં બનતી સામગ્રી, ચીજ-વસ્‍તુઓ જ શ્રીજીને અર્પણ થાય છે.
અનોસર
 (વિશ્રામ) આશરે એક વાગ્‍યે બપોરે રાજભોગ પરિપૂર્ણ થયા બાદ ભગવાનને વિશ્રામની ભાવના સાથે પૂજારી શ્રીજીના સ્‍વરુપ પાસે ગાદી-તકીયા બિછાવે છે. મુખવાસના હેતુ સાથે પાન-બીડા તૈયાર કરી અને ભગવાન પાસે રખાય છે. આ ભાવના સાથે ભગવાન વિશ્રામ કરે છે. તેવી ભાવના સાથે આશરે બપોરે એકાદ વાગ્‍યે વૈષ્‍ણવો તથા ભક્તો માટે ભગવાનના દર્શન બંધ થાય છે. આ દર્શન બંધ થાય છે – એ અનોસર કહેવાય છે. આ રીતે બપોરે ૧ વાગ્‍યાની આસપસ દર્શન – મંદિર બંધ થાય છે. જે ફરીને સાંજે પાંચ વાગ્‍યે ખૂલે છે.
ઉથાપન
સાંજે પાંચ વાગ્‍યે ઘંટનાદથી ભગવાન બપોરના વિશ્રામમાંથી નિવૃત્ત થાય છે. ભાવિકો માટે ભગવાનના દર્શન ખૂલે છે. ભગવાનને અત્તર તથા ચંદન થાય. ભગવાનને મેવાભોગ અર્પણ થાય છે જેમાં ઋતુ અનુસાર ફળ-ફળાદિ તેમજ સુકોમેવો ધરવામાં આવે છે. બાદમાં પૂજારી ભગવાનનું વિષ્‍ણુ સહસ્‍ત્રનામથી પૂજન અર્ચન કરે છે. દરેક નામ લેતી વખતે ભગવાનને પૂજારી એક એક તુલસી દલ અર્પણ કરે છે, અને આમ વિષ્‍ણુ સહસ્‍ત્રનામ (વિષ્‍ણુના એક હજાર નામ) થી પૂજન અર્ચન થાય છે.
સંધ્‍યાભોગ તથા સંધ્‍યા આરતી બાદમાં પૂજારી ભગવાનને સાયં સંધ્‍યા વિધિ કરાવે છે. સાયં સંધ્‍યા બાદ સંધ્‍યાભોગ ધરવામાં આવે છે. સંધ્‍યાભોગ દરમિયાન ભગવાનના દર્શન થતા નથી. સંધ્‍યાભોગ પછી સાંજે આશરે સાડાસાત કલાકે સંધ્‍યા આરતી થાય છે. જે પ્રકારે સવારે શ્રુંગાર આરતી થાય છે. તે મુજબ સાંજે સંધ્‍યા આરતી થાય છે.

શયનભોગ તથા શયન આરતી
ત્‍યારપછી ભગવાનને શયન ભોગ ધરાવાય છે જે સમય દરમિયાન ભગવાનના દર્શન ખૂલ્‍લા રાખવામાં આવતા નથી.
રાત્રે નવ વાગ્‍યાની આસપાસ શયન આરતી કરવામાં આવે છે. શયન આરતી પરિપૂર્ણ થયા બાદ ભગવાનને ધરાવેલા તમામ શ્રુંગાર, વસ્‍ત્ર અલંકાર કાઢી લેવામાં આવે છે. જેને શણગાર ‘‘બડા‘‘ કર્યા એમ કહેવાય છે. અને આશરે રાત્રે ૯-૩૦ કલાક બાદ ભગવાન શયન માટે પોઢી જાય છે અને  ભગવાનના દર્શન તેમજ મંદિર પણ વૈષ્‍ણવો-ભક્તો તેમ જ જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવે છે.

જન્‍માષ્‍ટમીના ખાસ ઉત્‍સવ નિમિત્તે ફરીને રાત્રે બાર વાગ્‍યે જન્‍મોત્‍સવના દર્શન કરાવવાના હોય આ દિવસે શયન માટે લગભગ એકાદ કલાક જેટલો વિરામ અંદાજે રાત્રે ૧૦-૦૦ વાગ્‍યે પળવામાં આવે છે. બાદમાં જન્‍માષ્‍ટમી ઉત્‍સવના ખાસ દર્શનનો ક્રમ આગળ ચાલે છે.
જન્‍માષ્‍ટમી ઉત્‍સવ આશરે દશ વાગ્‍યા બાદ ભગવાનના શયનના એકાદ કલાક પછી જ્યારે સમગ્ર મંદિર જાહેર જનતા માટે બંધ હોય છે, તે સમયે પૂજારી મંદિરમાં ભગવાનની ફરીથી મંગળા આરતી કરે છે, ભગવાનનો અભિષેક કરે છે. ભગવાનના સ્‍વરુપને બાદમાં આશરે રાત્રે ૧૧-૦૦ કલાકની આસપાસ જન્‍માષ્‍ટમી મહોત્‍સવ નિમિત્તે અનેક આભુષણોથી સજ્જ, સુવર્ણ અલંકારોથી સુસજ્જ તેમજ હીરા રત્‍નોના અન્‍ય શણગારોથી ભગવાનનો નયન રમ્‍ય શ્રુંગાર કરવામાં આવે છે. અને ભગવાનને ટેરો (પરદો) હોય ભાવિકોને આ સમયે દર્શન તો નથી થતાં પરંતુ ભાવિકો- વૈષ્‍ણવો અ ભક્તો જન્‍મ ઉત્‍સવની આરતીના દર્શન કરવાના હેતુથી મંદિરમાં પ્રવેશ કરી ભગવાનના મંદિરની સન્‍મુખઉત્‍કંઠાથી પ્રભુભજન કરતા ઉભા હોય છે.
જન્‍મ મહોત્‍સવની આરતી નિજ-મંદિરના સુવર્ણ કમાડ બંધ છે. નિજ-મંદિરની બહારના ગર્ભ-ગૃહમાં પૂજારી પરિવારના ભાઈઓ-બહેનો બ્રાહ્મણ વેષભૂષામાં સજ્જ થઈ ભગવાનની સ્‍તુતિ તથા પ્રાર્થના કરે છે. બહારના ભાગમાં હજારો યાત્રાળુઓ પ્રભુ-પ્રાગટ્યની ક્ષણના દર્શનની ઝાંખી કરી પોતાની જાતને ધન્‍ય બનાવવા અનેરા ઉત્‍સાહ-ઉમંગથી જય ઘોષ કરતાં હોય છે. આ જ સમયે બરોબર રાત્રે ૧૨-૦૦ વાગ્‍યે મંદિરમાં ઘંટારવ ગાજી ઉઠે છે. નોબત-નગારા-ઢોલ- આરતીના દિવ્‍ય નાદ અને ધ્‍વનિથી વાતાવરણ ભક્તિમય બને છે. ભગવાનના નિજ મંદિરના દ્વાર ખૂલે છે. અને પૂજારીઓ તથા ભક્તો દ્વારા ‘‘ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી‘‘ આ મહામંત્ર દશે દિશાઓમાં ગાજી ઉઠે છે. અને સૌ પ્રફુલ્લિત હૈયે નાચગાન કરે છે. તુરત જ ભગવાનના ઉત્‍સવની મહા આરતી શરુ થાય છે. શંખ દ્વારા, ઘૂપ- અગરબત્તી દ્વારા તેમજ ૧૦૮ દિવાઓથી પ્રભુની આરતી ઉતારાય છે. આરતી પૂર્ણ થયા બાદ આશરે બે વાગ્‍યા સુધી લોકો માટે આ દર્શન ખુલ્‍લા રહે છે.
મહાભોગ રાત્રે બે વાગ્‍યે ભગવાનને મહાભોગ અર્પણ કરવામાં આવે છે. જે નાના અન્નકૂટ જેટલો હોય છે. અને ભગવાનને મહાભોગ અર્પણ થયા બાદ મધ્યરત્રિના ત્રણ વાગ્‍યે ભગવાનના દર્શન બંધ થાય છે અને જન્‍માષ્‍ટમીના ઉત્‍સવનો ખાસ પૂજાક્રમ આ રીતે સંપન્ન થાય છે.
પારણા નોમ
જન્‍માષ્‍ટમી ઉત્‍સવના બીજા દિવસે ફરીને સવારે ૭-૦૦ કલાકે મંગળા આરતીથી ભગવાનની પૂ
જા-અર્ચનાનો ક્રમ શરુ થાય છે. નિજ-મંદિરના આગળના ભાગે ભગવાનના બાળ સ્‍વરુપને એક પારણામાં પધરાવવામાં આવે છે અને આ બાળ સ્‍વરુપના પારણાને ઝુલાવવાનો તેમજ બાળ સ્‍વરુપના દર્શનનો લ્‍હાવો લીધા સાથે, જન્‍માષ્‍ટમીનો જન્‍મ મહોત્‍સવનો આ મહાન અવસર જગદ મંદિર દ્વારકામાં આ રીતે સંપન્ન થાય છે.
દર્શનનો સમય ;
સવારે 6-3૦ વાગ્‍યાથી બપોરે ૧3-0૦ વાગ્‍યા સુધી અને સાંજે ૫-૦૦ વાગ્‍યા થી રાત્રે ૯-૩૦ સુધીનો છે.

સવારનો ક્રમ
સવારે 6.30  વાગે મંગલા આરતી- પ્રથમ દર્શન સવારે ૭.૧૫ માખણ મિશ્રી ભોગ
સવારે ૮ થી ૯ અભિષેક પૂજા દર્શન બંધ
સવારે ૯ થી ૯.૩૦ શ્રુંગાર દર્શન.
સવારે ૯.૩૦ થી ૯.૪૫ સ્‍નાન ભોગ.
સવારે ૯.૪૫ થી ૧૦.૧૫ શ્રુંગાર દર્શન
સવારે ૧૦.૧૫ થી ૧૦.૩૦ સુધી શ્રુંગાર ભોગ.
સવારે ૧૦.૩૦ થી ૧૦.૪૫ વાગ્યે શ્રુંગાર આરતી.
સવારે ૧૧.૦૦ થી ૧૧.૧૫ સુધી ગ્‍વાલ ભોગ.
સવારે ૧૧.૧૫ થી ૧૨.૦૦ સુધી દર્શન
સવારે ૧૨.૦૦ વાગ્યે રાજભોગ.
સવારે ૧3.0૦ વાગ્યે મીઠાજલ અને અનોસર દર્શન બંધ.
સાંજનોક્રમ
સાંજે ૫ વાગ્યે ઉતત્થાપન- પ્રથમ દર્શન
સાંજે ૫.૩૦ થી ૫-૪૫ સુધી ઉત્થાપન ભોગ. દર્શન બંધ
સાંજે ૫.૪૫ થી ૭.૧૫ સુધી દર્શન.
સાંજે ૭.૧૫ થી ૭.૩૦ સુધી સંધ્‍યા ભોગ. દર્શન બંધ
સાંજે ૭.૩૦ થી ૭.૪૫ સુધી સંધ્‍યા આરતી.
સાંજે ૮.૦૦ થી ૮.૧૦ સુધી શયન ભોગ. દર્શન બંધ
સાંજે ૮.૩૦ થી ૮.૩૫ સુધી શયન આરતી.
સાંજે    ૯ થી ૯.૨૦ સુધી બટા ભોગ. દર્શન બંધ
સાંજે  ૯.૩૦  અનોસર દર્શન બંધ.


ધ્વજા આરોહણ :(૧) આધિભૌતિક (૨) આધ્‍યાત્મિક (૩) આધિદૈવિક  
 આધિ એટલે આવાસ (સ્‍થાન) અને ભૌતિક એટલે પંચત્તત્‍વ (કાપડ)માંથી, આ ધ્‍વજા બનેલી છે, તેમાં ૫૨ (બાવન)ગજ કાપડ વાપરવામાં આવે છે, જેમાં પ્રત્‍યેક ગજનું સ્‍વતંત્ર અસ્તિત્‍વ બતાવવા ધ્‍વજાની ફરતી કિનારી પર બાવન નાના પતાકાઓ જોડવામાં આવે છે. જે શ્રી દ્વારકાધીશના મહેલમાં પ્રવેશવાનાં સ્‍વર્ગદ્વાર અને મોક્ષદ્વારના પ્રતિકરૂપ પણ છે, હાલ છપ્‍પનસીડી તરફનું દ્વાર, સ્‍વર્ગદ્વાર અને ભગવાન દ્વારકાધીશની નગરીમાં પ્રવેશવાનું દ્વાર, મોક્ષદ્વાર તરીકે જાણીતું છે. આ રીતે શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા, દ્વારકાના પ્રવેશદ્વાર અને યાદવોના આવાસ બન્‍નેનું એકત્રિત આધિભૌતિક સ્‍વરૂપ છે.

for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like

join us: evergreengujarat.blogspot.in

No comments: