નળ સરોવર
નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં
આવેલું એક સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી, પરંતુ વિશાળ
વિસ્તારમાં ફેલાવો ધરાવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ
સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની
દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે.
શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર
રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં
પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય છે નવેમ્બરથી ફેબ્રુઆરી.
વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે.
No comments:
Post a Comment